4 - મારે આજ પ્રીતમ ઘેર આવીયાજીરે / બ્રહ્માનંદ સ્વામી


મારે આજ પ્રીતમ ઘેર આવીયાજીરે, ભરી થાળ મોતીડે વધાવિયા જી રે... મારે° ૧

પહેલાં નીર ઉને તે નવરાવીયા, પછી પ્રીતમ મહી પધરાવીયાજીરે... મારે° ૨

મેં તો ભોજન જમાડ્યાં ભાતભાતનાં, વહાલે આપ્યાં તે સુખ એકાંતનાં જી રે... મારે° ૩

પહેલું પરઠ્યું હતું તે વેણે પળ્યા, વહાલો હેતે કરીને મુજને મળ્યાજીરે... મારે° ૪

બ્રહ્માનંદ કહે આજની ધન્ય ઘડી, મારો વહાલોજી પધાર્યા સેજડીજીરે... મારે°૫


0 comments


Leave comment