46 - હારે ઝૂલે નરનારાયણ દેવા રે / બ્રહ્માનંદ સ્વામી


હારે ઝૂલે નરનારાયણ દેવા રે,
નૌતમ અવિનાશી રે બદ્રી વનવાસી રે. હાંરે°૦

શેષ સહસ્ત્રમુખ નામ ઉચ્ચારે; નિગમ નેતિ કરી ગાવે રે;
તે વહાલો નિજજનને કારણ, દેહ ધરી ધરી આવે રે..... નૌતમ° ૧

શરણાગત વત્સલ હરિ સમરથ, પ્રાણજીવન જન પ્યારા રે;
સુંદર શ્યામ હિંડોરે ઝુલત, મુક્ત ઝુલાવન હારા રે.... નૌતમ° ૨

અગણિત જન ઉધારન કારણ, મનુષ્યતણી તનુ ધારી રે;
પુરષોત્તમના વદન કમળ પર, બ્રહ્માનંદ બલિહારી રે..... નૌતમ° ૩


0 comments


Leave comment