5 - વારી જાઉં પ્રીતમજીને ઉપરેજીરે / બ્રહ્માનંદ સ્વામી


વારી જાઉં પ્રીતમજીને ઉપરેજીરે, મારા વ્હાલાજીને જોઈ નેણા ઠરે જી રે... વારી° ૧

વારે વારે બોલાવે વાલમા, મારું ચિત્ત લોભાણું એની ચાલમાંજીરે... વારી° ૨

એના ફૂલડાંનાં છોગાં જોઈને, મારું મન રહ્યું છે મોહીનેજીરે.... વારી ° ૩

ઊભો મોરલી મધુરે સૂરે વાય છે, સુણી હૈયામાં હરખ ન માય છેજીરે... વારી ° ૪

વહાલો પ્રગટ થયા અમ કારણે, બ્રહ્માનંદ જાઉં એને વારણેજીરે... વારી ° ૫


0 comments


Leave comment