38 - નાગર નંદનારે; મારે તમથી લાગી પ્રીત; / બ્રહ્માનંદ સ્વામી


નાગર નંદનારે; મારે તમથી લાગી પ્રીત;
તમથી લાગી પ્રીત, મારું ચોરી લીધું ચિત્ત....નાગર° ટેક.

ફૂલનો તોરો સુંદર ફાવ્યો, પાઘનો આવ્યો તાલ;
પાતળિયા અતિ લાગે છે પ્યારા, લટકા તારા લાલ.... નાગર° ૧

મોતીડાંના હારની શોભા, વર્ણવી નવ જાય;
ખાંતીલા તારી આવીને ખૂંતી, મૂરતિ અંતરમાંય.... નાગર° ૨

અધર ઉપર જાણે કંકુડું ઢળીયું, દાડમ કળીયુ દાંત;
બ્રહ્માનંદના વાલમા તમથી, ખેલ કર્યાની ખાંત.... નાગર° ૩


0 comments


Leave comment