48 - હાંરે ઝુલે નરનારાયણ શ્યામ રે / બ્રહ્માનંદ સ્વામી


હાંરે ઝુલે નરનારાયણ શ્યામ રે;
હિંડોરે હરિ સુખસિંધુ રે દીનતણા બંધુ. હાંરે°૦

પરાપાર પૂરણ પુરષોત્તમ, નિગમ નેતિ ઉચ્ચારે રે;
નૌતમ રૂપ અનુપાન નાથનું, ધ્યાન મુનિવર ધારે રે.... હિંડોરે° ૧

જેનું નામ જપે જે પ્રાણી, તે નાવે ભવ ફરવા રે;
તે મૂર્તિ ધરી જગમાં ડોલે, હરિજનનાં મન હરવા રે.... હિંડોરે° ૨

હરિવરનો હિંડોળો જોઈને, મગન થયા ત્રિપુરારી રે;
બ્રહ્માનંદના નાથને નીરખ્યા, તે ધન્ય ધન્ય નરનારી રે.... હિંડોરે° ૩


0 comments


Leave comment