24 - વહાલી લાગે વહાલા તારી વાતડી રે / બ્રહ્માનંદ સ્વામી


વહાલી લાગે વહાલા તારી વાતડી રે,
છેલા મળીયે ઠરે મારી છાતડી રે....વહાલી° ટેક.

રંગભીના રંગાણી તારા રંગમાં રે,
અતિ આનંદ થયો છે મારા અંગમાં રે.... વહાલી° ૧

હું તો જીવું મોહન તુંને જોઈને રે,
વળી રાખું આંખલડીમાં પ્રોઈને રે.... વહાલી° ૨

કહાના નેણુંમાં કામણ કીધલાં રે,
રૂડાં લટકાં કરી મન લીધલાં રે.... વહાલી° ૩

વારી એકાંતે રંગભર આવજો રે,
બ્રહ્માનંદને હસીને બોલાવજો રે.... વહાલી° ૪


0 comments


Leave comment