22 - ઓરા આવોને નાગર નંદના રે / બ્રહ્માનંદ સ્વામી
ઓરા આવોને નાગર નંદના રે,
આવી વાળોને ઓઘ આનંદના રે.... ઓરા° ટેક.
વહાલા હોંસ ઘણી છે મારા મનમાં રે,
તમ આવે ટાઢું થાય તનમાં રે.... ઓરા° ૧
વહાલા એકલાં તે કેમ કરી રીજીએ રે,
કહાના આવોને ગોઠડી કીજીએ રે.... ઓરા° ૨
તમ સાથે બંધાણી પ્રીત ઘાટડી રે,
મારે ઊઘડી હૈડા કેરી હાટડી રે.... ઓરા° 3
બ્રહ્માનંદના તે શ્યામ સુજાણ છો રે,
પ્યારા પરમ સ્નેહી મારા પ્રાણ છો રે.... ઓરા° ૪
આવી વાળોને ઓઘ આનંદના રે.... ઓરા° ટેક.
વહાલા હોંસ ઘણી છે મારા મનમાં રે,
તમ આવે ટાઢું થાય તનમાં રે.... ઓરા° ૧
વહાલા એકલાં તે કેમ કરી રીજીએ રે,
કહાના આવોને ગોઠડી કીજીએ રે.... ઓરા° ૨
તમ સાથે બંધાણી પ્રીત ઘાટડી રે,
મારે ઊઘડી હૈડા કેરી હાટડી રે.... ઓરા° 3
બ્રહ્માનંદના તે શ્યામ સુજાણ છો રે,
પ્યારા પરમ સ્નેહી મારા પ્રાણ છો રે.... ઓરા° ૪
0 comments
Leave comment