31 - આંખ્યું અણીઆળી માવા મરમાળી રે / બ્રહ્માનંદ સ્વામી


આંખ્યું અણીઆળી માવા મરમાળી રે,
કાંઈ કીધું મન મારું લીધું.... છોજી° ૧

મંદિર પધારો જન્મ સુધારો રે,
છોગાં મેલી બળવંત બેલી.... છોજી° ૨

સુંદર સોહાગી લગની લાગી રે,
તમ સંગે ભીના રંગે.... છોજી° ૩

બ્રહ્માનંદ ગાવે મૂર્તિ સોહાવે રે,
રહો તાજા વ્રજના રાજા.... છોજી° ૪


0 comments


Leave comment