2 - જોઈ રહી છું પ્રીતમજીની વાટડી જી રે / બ્રહ્માનંદ સ્વામી


જોઈ રહી છું પ્રીતમજીની વાટડી જી રે, મેં તો ખાંતે ઢળી છે ખાટડીજીરે ... જોઈ° ૧

અગર ચંદને લીપાવું ઓરડા, જળ કુંભ ભરાવું કોરડાજીરે ... જોઈ° ૨

રૂડાં ભોજન કર્યા છે રસભર્યા, તાજાં તરત તૈયાર ઢાંકી ધર્યાજીરે ... જોઈ° ૩

મેં તો સજ કરાવી શેરીયાં, ચોકે ચોકે તે ફૂલડાં વેરીયાંજીરે... જોઈ ° ૪

બ્રહ્માનંદના સ્વામીને કોડલે, મેં તો તોરણ બંધાવ્યા ટોડલેજીરે... જોઈ ° ૫


0 comments


Leave comment