1 - મારે આજ પ્રીતમ ઘેર આવશેજીરે / બ્રહ્માનંદ સ્વામી


મારે આજ પ્રીતમ ઘેર આવશેજીરે, મુને હેતે કરીને બોલાવશેજી રે... મારે° ૧

એના સાથીડાને સાથે લાવશે, કરી લટકાં તાળી દઈ ગાવશેજીરે... મારે° ૨

હરિ હેતે કરીને સામું ભાળશે, રંગડાની તે રેલું વાળશેજી રે... મારે° ૩

કરી ખ્યાલ અલૌકિક ખેલશે, માથે ફૂલડાંનાં છોગલાં મેલશેજીરે... મારે° ૪

બ્રહ્માનંદનો સ્વામી શ્યામળો, સુખ દેશે આવીને ઉતાવળોજીરે... મારે° ૫


0 comments


Leave comment