13 - અલબેલાજી પ્રાણ આધાર રે, તમ પર વારી રે; / બ્રહ્માનંદ સ્વામી


અલબેલાજી પ્રાણ આધાર રે, તમ પર વારી રે;
તારે નેણે તે નંદકુમાર રે, મોહી વ્રજનારી રે... ૧

છોગાવાળા મનોહર છેલ રે, નંદજીના લાલા રે;
ગુણવંતા આવીશ તારે ગેલ રે, વ્રજપતિ વહાલાં રે... ૨

મીઠાબોલા રંગીલા માવ રે, લાગ્યો છે નેડો રે;
નહિ મેલું હું નટવર નાવ રે, કહાન તારો કેડો રે... ૩

છબી જોઈને અલોકિક શ્યામ રે, મોહ્યું મન મારું રે;
બ્રહ્મમુનિ કહે તન ધન ધામ, તારા નામ પર વારું રે... ૪


0 comments


Leave comment