21 - મન લીધું મોરલડીના તાનમાં રે / બ્રહ્માનંદ સ્વામી


મન લીધું મોરલડીના તાનમાં રે,
હું તો મોહી છું છેલાજીના વાનમાં રે....મન° ટેક.

સખી આજ ગઈ તી હું તો પાણીએ રે,
વ્હાલે મુજને બોલાવી મીઠી વાણીએ રે.... મન° ૧

વહાલે ઊભા’તા ગોવાલડીના સાથમાં રે,
લીધી બંસી મનોહર હાથમાં રે.... મન° ૨

રૂડાં છોગાં મેલ્યાં રળિયામણા રે,
ભાળી લીધા ભુદરજીના ભામણાં રે.... મન° ૩

મારી લગની લાગી છે નંદલાલમાં રે,
બ્રહ્માનંદને વહાલે જોયું વહાલમાં રે.... મન° ૪


0 comments


Leave comment