36 - તારા છોગલીયાંની છબી ભારી રે, કુંવર કાનુડા; / બ્રહ્માનંદ સ્વામી


તારા છોગલીયાંની છબી ભારી રે, કુંવર કાનુડા;
છેલા ગુણવંતા ગિરધારી રે, લાગો છો રૂડા.... તા° ટેક.

પ્રાણજીવન શિર કેશ રૂપાળા, કાળા ખીંતલીઆળા રે.... કુંવર° ૧

લાલકસુંબી તારા મોળીડાના ચટકે, જોઈને મોહી છું કર લકે રે.... કુંવર° ૨

કુંડળની છબી નથી રે કહેવાતી, નીરખી ઠરે છે મારી છાતી રે.... કુંવર° ૩

બ્રહ્માનંદ કહે રહોને રંગીલા,આંખડલીમાં અલબેલા રે.... કુંવર° ૪


0 comments


Leave comment