26 - આજ વ્હાલો ઊભા છે જમુનાને આરે; / બ્રહ્માનંદ સ્વામી


આજ વ્હાલો ઊભા છે જમુનાને આરે;
મૂર્તિ વસી છે મન મારે રે હેલી.... આજ° ટેક.

કેશરની આડ રૂડી નવલટ કીધી;
આંખ્યું વેચાતી કરી લીધી રે હેલી.... આજ° ૧

વાંકડી ભૃકુટી મુને લાગી અતિ વહાલી;
સર્વે મેલીને જાય ચાલી રે હેલી.... આજ° ૨

લોચન રંગીલા તીખાં બાણ જેવા લાગ્યા;
ઊંડા ગરી ગયાં આઘાંરે હેલી.... આજ° ૩

બ્રહ્માનંદનો વ્હાલો કુંજનો વિહારી;
છબી પર જાઉ બલિહારી રે હેલી.... આજ° ૪


0 comments


Leave comment