6 - હું તો મોહી રંગીલા તારા રંગમાં જીરે / બ્રહ્માનંદ સ્વામી


હું તો મોહી રંગીલા તારા રંગમાં જીરે, મારે આનંદ વાધ્યો છે અંગમાંજીરે. ૧

સમજાવી તેં મુજને સાનમાં, મન તાણી લીધું મોરલીના તાનમાંજીરે...૨

મુને નેહડો જણાયો નેણમાં, વળી મેંઠપ લાગી તારા વેણમાંજીરે..મો. ૩

હું તો ઘેલી થઈ તારા ગીતમાં, તારું છોગલું પેઠું મારા ચિત્તમાંજીરે...મો. ૪

બ્રહ્માનંદ કહે પ્રેમની લહેરની, મુને ભુરકી નાખી કોઈ પેરનીજીરે ....૫


0 comments


Leave comment