47 - હારે ઝુલે નવલ હિંડોરે નાથ રે / બ્રહ્માનંદ સ્વામી


હારે ઝુલે નવલ હિંડોરે નાથ રે,
સુંદર સુખકારી રે શોભા અતિ સારી, હાંરે°૦

બદ્રિનાથ હિંડોળે ઝૂલે, મહામુક્ત ઝુલાવે રે;
નરનારાયણ મૂરતિને નીરખી, જન મન આનંદ પાવે રે. સુંદર° ૧

શારદ નારદ શેષ મહેશ્વર, હિંડોળની છબી હેરે રે;
ગગન ફૂલ સુરપતિ વરસાવે,ગાવે છે હેત ઘણે રે. સુંદર° ૨

કરુણાસિંધુ અખંડિત કાયા, માયા પાર મુરારી રે;
બ્રહ્માનંદ હિંડોળાની શોભા, તીન લોક દુઃખહારી રે. સુંદર° ૩


0 comments


Leave comment