43 - જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું; / બ્રહ્માનંદ સ્વામી


જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું;
વળી ભૂરકી નાખી છે નંદલાલ રે, મન મારું લોભાણું.... ૧

સહુ ઘેલી કહે છે સંસાર રે,
મન° મેં તો નીરખ્યા છે નંદકુમાર રે.... ૨

કોઈ શાને કારો છો મારી છેડ રે.
મન° નહિ મેલું કાનુડાની કેડ રે.... ૩

સર્વે ભૂલી છું ઘરડાનું કાજ રે.
મન° એક વહાલા કીધા છે વ્રજરાજ રે.... ૪

હવે રટના લાગી છે દિનરાત રે.
મન° થઈ શિરસાટાની વાત રે.... ૫

મુને કીધી માનીતી સહુ માંહ્ય રે.
મન° બ્રહ્માનંદને વ્હાલે ઝાલી બાંહ્ય રે.... ૬


0 comments


Leave comment