23 - મન માની મોહન તારી મૂરતિ રે / બ્રહ્માનંદ સ્વામી


મન માની મોહન તારી મૂરતિ રે,
એક નિમિષ ન મેલું ઉરતી રે.... મન° ટેક.

મુને નેહડો જણાણો તારા નેણમાં રે,
રઢ લાગી ન ભૂલું દિન રેણમાં રે.... મન° ૧

જોયું રૂપ તારું રળિયામણું રે,
બીજું સર્વે થયું અળખામણું રે.... મન° ૨

હું તો ગરક થઈ તારા ગીતમાં રે,
ચઢ્યો કેફ અલોકિક ચિત્તમાં રે.... મન° ૩

પીયા પ્રેમેથી સેજડી પધારજો રે,
બ્રહ્માનંદને ઘડીમાં વિસારજો રે.... મન° ૪


0 comments


Leave comment