34 - તારાં લટકાં પ્યારાં મુને લાગે રે, લહેરી લટકાળા; / બ્રહ્માનંદ સ્વામી
તારાં લટકાં પ્યારાં મુને લાગે રે, લહેરી લટકાળા;
હું તો રીઝી સલુણા ઘેરે રાગે રે, છેલા છોગાળા.... તા° ટેક.
સુંદર નેણ કમળદળ જેવી, ભ્રૂકુટી ભ્રમર રહ્યા સેવી રે.... લહેરી° ૧
ગોર કપોળ સુભગ તીલ ત્રાજુ, કોમળ નાસા કાજુ રે.... લહેરી° ૨
અધર ઉપર જાણે કુમકુમ ઢળીયું, દાંત દાડમ કેરી કળીયું રે.... લહેરી° ૩
બ્રહ્માનંદ કહે સામું જોઈને, મનડું લીધું છે મારું પ્રોઈને રે.... લહેરી° ૪

0 comments
Leave comment