35 - વ્હાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા; / બ્રહ્માનંદ સ્વામી
વ્હાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા;
મીઠે મરકલડે લોભાણી રે, સુંદરવર સારા....વ્હા° ટેક.
નટવર આડી નજરે નિહાળી, રંગડાની રેલું વાળી રે.... પ્રીતમ° ૧
મધુર મધુર મુખ હાસ કરીને, લીધા છે પ્રાણ હરીને રે.... પ્રીતમ° ૨
મનમોહન તારી નૌતમ મૂર્તિ, નીમખ ન મેલું મારા ઉરથી રે.... પ્રીતમ° ૩
બ્રહ્માનંદ કહે રીજી તારે રાગે, અહોનિશ રહેજો મારે આગે રે.... પ્રીતમ° ૪

0 comments
Leave comment