42 - મારે આવ્યો અલૌકિક દાવ રે,કોઈ મુને શું કરશે; / બ્રહ્માનંદ સ્વામી


મારે આવ્યો અલૌકિક દાવ રે,કોઈ મુને શું કરશે;
માથા સાટે વર્યા મેં તો માવ રે,કોઈ મુને શું કરશે...૧

હવે બળે છે જગમાં બલાય રે.
કોઈ° મેં તો ભેટ્યાં છે ભૂધર રાય રે....૨

અતિ આનંદ થયો છે મારે અંગ રે.
કોઈ° લાગ્યો રસીયાજીનો રંગ રે...૩

થઈ જગમાં અલૌકિક જીત રે.
કોઈ° લાગી પુરણ સલુણા સાથે પ્રીત રે...૪

મારે વહાલે દીધું છે મુને માન રે.
કોઈ° મુને કીધી સોહાગણ કહાન રે....૫

હવે થયો સંસારીડો ઝેર રે.
કોઈ° બ્રહ્માનંદને વહાલે કીધી મહેર રે...૬


0 comments


Leave comment