39 - સુંદર શ્યામળા રે, આવો છોગાવાળા છેલ; / બ્રહ્માનંદ સ્વામી


સુંદર શ્યામળા રે, આવો છોગાવાળા છેલ;
છોગાવાળા છેલ, વ્હાલા આવીશ તારી ગેલ....સુંદર° ટેક.

છેલ છબીલા રંગના રેલા, કેસરભીના કહાન;
સંભળાવો મુને શ્યામ સલુણા, મોરલડીની તાન.... સુંદર° ૧

મોહન તારી મૂર્તિ મારા, નેણામાં રાખીશ;
ભૂધર તારી ચાલ ત્રિભંગી, લાલ કલગી શીશ.... સુંદર° ૨

તમ વિના રે મારે ઘડી ના ચાલે,પડી પટોળે ભાત,
બ્રહ્માનંદના વાલમા, આવી રહો મારે ઘેર રાત.... સુંદર° ૩


0 comments


Leave comment