15 - આજ ગઈતી કાલિંદીને તીર રે, ભરવાને પાણી રે; / બ્રહ્માનંદ સ્વામી


આજ ગઈતી કાલિંદીને તીર રે, ભરવાને પાણી રે;
મેં તો જોયાં ત્યાં બળભદ્ર વીર રે, મોહન દાણી રે.... ૧

શોભે ફૂલડાનો તોરો એને શીશ રે, કસુંબલ ફેંટો રે;
ઊભો ડોલરીઓ જગદીશ રે, રંગીલો ઓઢી રેટો રે.... ૨

કર્યું તિલક કેશરકેરું ભાલ રે, ફૂલડાંની માળા રે;
વહાલો ચાલે છે હંસ કેરી ચાલ રે, લાગે છે રૂપાળા રે.... ૩

ખેલે સર્વે ગોવાળાને સાથ રે, આનંદી અલબેલો રે;
જોયા બ્રહ્મમુનિનો નાથ રે, રંગડાનો રેલો રે.... ૪


0 comments


Leave comment