10 - સખી નંદમહરને આંગણે રે / બ્રહ્માનંદ સ્વામી


સખી નંદમહરને આંગણે રે, ગોપી આનંદમંગળ ગાય;
છબી જોને સ્નેહી શ્યામની રે...ટેક°૦

મરમાળે અખાડો માંડીયો રે, કાજુ આસોપાલવની છાંય...છબી° ૧

વ્હાલે પ્રીત કરીને પહેરીયો રે, રૂડો સોનેરી સુરવાળ... છબી° ૨

સખી ફરતાં લાગે છે ફૂટડી રે, ઝીણી અંગરખીની ચાળ... છબી° ૩

બહુમૂલી મોળીડું બાંધીયું રે, કાજુ ઝળકે સોનેરી કોર... છબી° ૪

રૂડાં લટકાં કરે છે હાથનાં રે, બ્રહ્માનંદનો વહાલો ચિત્તચોર... છબી° ૫


0 comments


Leave comment