11 - સખી જોને ગોવાળના સાથમાં રે / બ્રહ્માનંદ સ્વામી


સખી જોને ગોવાળના સાથમાં રે, વહાલો ફરે અલૌકિક ફેર;
કહી શોભા ન જાય પ્યારા કહાનની રે...ટેક°૦

છેલો ઠમકે માંડે પાવ ઠાવકા રે, વાગે ઘુઘરડીનો ઘેર...કહી° ૧

છાયું નવલ મોળીડું ફૂલ છોગલે રે, રાગે નવલ કલગી છબીદાર... કહી° ૨

રૂડો જામો પહેર્યો છે જરક્સી રે, શોભે અંગો અંગ શણગાર.... કહી° ૩

રંગભીના કાના કેરી રાસની રે, છબી જોવા આવ્યા સુરવૃંદ...કહી° ૪

સખી નવલ રંગીલી છબી ઉપર રે, વારી જાય છે બ્રહ્માનંદ... કહી° ૫


0 comments


Leave comment