8 - તું / અરવિંદ ભટ્ટ


તું એક વૃક્ષ
ને હું તારું પાન
અત્યારે તારી ડાળીએ છું
ત્યારે
બધાં માત્ર તને જ ઓળખે છે.
મારા ખરી ગયા પછી પણ
તું તો વૃક્ષ જ હશે
‘ને હું નહિ જેવો હોઈશ.
પછી પવન ક્યારેક મને
તારી કને લઈ આવે
તો હું તને કહીશ
“લે મારો સ્વીકાર કર !
લે, હું તારી ડાળીને શણગારું”
ત્યારે તું ખીખ્ખી કરી
બે – ચાર પાન
ખેરવી બતાવીશ.


0 comments


Leave comment