42 - પછી / અરવિંદ ભટ્ટ


શહેરમાંથી સભ્યતા છટકે પછી
એક ઘરમાં એકલો પટકે પછી

ફાટી આંખો તાકતી અંધારને
એક ચહેરો છત નીચે લટકે પછી

પોપચાંની ખાંચમાં માળો કરી
ઊંઘની ચકલી બધે લટકે પછી

કોણ આવે છે નીંદર માફક અહીં
આગમનનું ભાન પણ બટકે પછી


0 comments


Leave comment