2 - ઠકકર ગોવિંદજી ધર્મશીનો પત્ર / મિથ્યાભિમાન
કચ્છ - માંડવી. તા. ૮ મી. નવેમ્બર સને ૧૮૭૦. મુવકર, મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સેક્રેટરી, અમદાવાદ.
આપનો કાગળ ચાલતા માસની તા ૨ જીનો લખેલો આવ્યો. તેની પહોંચ કબૂલ કરતાં જણાવવાની રજા લઉં છું કે મારા તરફ પાંચ નિબંધ આવ્યા, તેમાંથી "ભૂંગળ વિનાની ભવાઈ" એ નિશાનીવાળું નાટક મને પસંદ પડ્યું, તે આપને લખી જહેર કર્યું. તેમાં જુજ પાનાં વાંચતાંજ મને એમ જણાયું કે આ કોઇ વિદ્વાનનું લખાણ છે અને જેમ જેમ આગળ વાંચતો ગયો, તેમ તેમ મારા વિચારોને મજબુતી મળતી ગઇ. તેમાં જ્યારે પાને ૪૪ મે' જરાવસ્થા વિષે દ્વિઅર્થી છપય વાંચ્યો ત્યારે નિશ્ચય થયો કે આ રચના કોઇ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે, કેમકે થોડાં વર્ષો ઉઅપ્ર અહીંના માસ્તર ચતુર્ભુજ શિવજીએ મને સરસ કવિતા રચના વિષે એક પોતાનું જોડેલ કવિત વંચાવ્યું હતું, તે એ કે,
કવિત-મનહરकવિ કૈયે તેજ જેના કથાનને છબિ જાણે,
રविના પ્રકાશ પેર હણે અંધકારને;
નીરदથી નીર ઝરે, વીર હાથ તીર ખરે,
ભેદે દિल ભૂમિ એવા શોધે શબ્દસારને;
સ્વદેશનું पરમેશ પાસે હિત માગે સદા,
વાણી છે શિક્ષિत અને પ્યારી નર નારને;
ગાયે અહોનિશ राમ, સત્ય જે સુંદરશ્યામ,
ચતુર કરે પ્રણાम કાવ્ય સરનારને.
(એની પહેલી લીટીનો પહેલો, બીજીનો બીજો, એમ ચઢતો અક્ષર લેતાં કવિ દલપતરામનું નામ નીકળે છે.) એ મુજબ આ આખા નિબંધમાં આદ્યંત એ પ્રકારની જ છુટક કવિતા મારા જોવામાં આવતાં મને તે નાટક દુરસ્ત લાગ્યું.
વિશેષ સોસાઇટીએ પણ મારું પસંદ કરેલ નાટક બહાલ કર્યું અને વળી કવીશ્વર દલપતરામની કલમથી લખાયેલ છે, એવું આપે જણાવ્યું; તો હવે તે રસયુક્ત હોય તેમાં હું કાંઇ આશ્ચર્ય સમજતો નથી. એ નાટકનો પ્રથમ છપાવ્યાનો હક્ક મેં આગળ લખ્યો છે તેમ તેના રચનારને જ આપશો, અને રૂ. ૧૦૦) તેની હકદારીથી ઈનામ આપી બીજા રૂ. ૫૦)ની હુંડી મેં આ સાથે બીડી છે, તેમાં લખ્યા રૂપિયા કવીશ્વર દલપતરામને શાલના કરીને આપશો, તથા જ્કણાવશો કે, નાની રકમ ઉપર જરા પણ નજર ન પહોંચાડતા એ નાટકના ગુણોથી મારા મોહની નિશાની તરીકે અંગીકાર કરશો. તે સારા કાગળ તથા સફાઇથી તરત છપાવવા વાજબી ભાસે તો તજવીજ કરાવશો, અને તે છપાઇ બહાર પડે ત્યારે મારે માટે નકલ ૫૦ મોકલશો. તેની કિંમત હું આપીશ, એજ વિનંતી.
લી૦
ઠક્કર ગોવિંદજી વિ. ધરમશીની
સલામ

0 comments
Leave comment