53 - હુંપદ નથી / શૂન્ય પાલનપુરી


જિંદગીના કાર્ય કેરી હદ નથી,
શ્વાસને મરવાની પણ ફુરસદ નથી.

માત્ર ત્રણ પગલાં છે સૃષ્ટિની વિસાત !
અવનિમાં વામનથી મોટું કદ નથી.

રૂપના પરદા લગી આવી ગઈ,
એથી આગળ તો નજરની હદ નથી.

મેં તો માન્યું, સ્વર્ગમાં આરામ છે,
તું જ કર પુરવાર ત્યાં નારદ નથી.

શૂન્ય આ સર્જનની પાછળ હું જ છું,
એ સનાતન સત્ય છે, હુંપદ નથી.


0 comments


Leave comment