116 - મુક્તક -૫-૮ / શૂન્ય પાલનપુરી
આપ મારી વફા નહીં સમજો,
આંખ નિજના પડળ ન જોઈ શકે,
દોષ છે શૂન્ય આ સૌ સુકાનીનો,
નાવ પોતે વમળ ન જોઈ શકે.
*****
મોતની તાકાત શી મારી શકે ?
જિંદગી ! તારો ઈશારો જોઈએ,
જેટલે ઊંચે જવું હો માનવી !
તેટલા ઉન્નત વિચારો જોઈએ.
*****
હસે જે મારી મુક્તિ પર એ કેવળ ભીંત ભૂલે છે,
નથી ડરતો જરાપણ હું પ્રવર્તિત દુર્દશાઓથી,
જો પ્રકટાવી શકું છું દીપ તોફાની હવાઓમાં,
બચાવી પણ શકુ છું એને તોફાની હવાઓથી.
*****
દર્દ જીવન મહીં ભરે છે કોણ ?
જીવતાં જીવતાં મરે છે કોણ ?
કોણ છેડે છે રાતના ગઝલો ?
આગ સાથે રમત કરે છે કોણ ?
આંખ નિજના પડળ ન જોઈ શકે,
દોષ છે શૂન્ય આ સૌ સુકાનીનો,
નાવ પોતે વમળ ન જોઈ શકે.
*****
મોતની તાકાત શી મારી શકે ?
જિંદગી ! તારો ઈશારો જોઈએ,
જેટલે ઊંચે જવું હો માનવી !
તેટલા ઉન્નત વિચારો જોઈએ.
*****
હસે જે મારી મુક્તિ પર એ કેવળ ભીંત ભૂલે છે,
નથી ડરતો જરાપણ હું પ્રવર્તિત દુર્દશાઓથી,
જો પ્રકટાવી શકું છું દીપ તોફાની હવાઓમાં,
બચાવી પણ શકુ છું એને તોફાની હવાઓથી.
*****
દર્દ જીવન મહીં ભરે છે કોણ ?
જીવતાં જીવતાં મરે છે કોણ ?
કોણ છેડે છે રાતના ગઝલો ?
આગ સાથે રમત કરે છે કોણ ?
0 comments
Leave comment