14 - ખરાબ નથી / શૂન્ય પાલનપુરી
કોઈના દિલને દુભવવાની એમાં તાબ નથી,
હૃદય ખરાબ છે, પણ એટલું ખરાબ નથી.
શરમથી આંખડી ઢાળીને ક્યાં સિધાવો છો ?
મિલનના પ્રશ્ન તણો એ કોઈ જવાબ નથી.
ન પાસું ફેરવે અકળાઈને વ્યથિત હૈયું !
જગતમાં એથી વધુ ઉગ્ર ઇન્કિલાબ નથી.
નજર ઘડી ઘડી કરવી પડે છે સાકી પર,
શરાબ છે તો ખરી પણ ખરી શરાબ નથી.
દયાળુ ! આપ દયાનો મને હિસાબ પ્રથમ,
નહિ તો પાપનો મારી કને હિસાબ નથી.
કોઈનું દિલ છે અને ઊર્મિઓની લાશો છે.
એ ફૂલછાબ હકીકતમાં ફૂલછાબ નથી.
વિકાસ કાંટા વિના સંભવિત નથી જેનો,
ગુલામ ફૂલ છે, સાચે જ એ ગુલાબ નથી.
તું એ દુઃખીના હૃદયનો શું તાગ લેવાનો ?
અઝાબ જેની નજરમાં કદી અઝાબ નથી.
શરાબ જીરવી લેનાર માફ કર મુજને,
નથી નશો તો એ પાણી જ છે, શરાબ નથી.
હે રૂપ ! મારી નજરની મજાક રહેવા દે,
નકાબ જોઈએ ત્યાં તો કોઈ નકાબ નથી.
વિજયની આશા હો તો હે શૂન્ય ! એક ભ્રમણા છે,
મરણ વિના કોઈ જીવનમાં કામયાબ નથી.
હૃદય ખરાબ છે, પણ એટલું ખરાબ નથી.
શરમથી આંખડી ઢાળીને ક્યાં સિધાવો છો ?
મિલનના પ્રશ્ન તણો એ કોઈ જવાબ નથી.
ન પાસું ફેરવે અકળાઈને વ્યથિત હૈયું !
જગતમાં એથી વધુ ઉગ્ર ઇન્કિલાબ નથી.
નજર ઘડી ઘડી કરવી પડે છે સાકી પર,
શરાબ છે તો ખરી પણ ખરી શરાબ નથી.
દયાળુ ! આપ દયાનો મને હિસાબ પ્રથમ,
નહિ તો પાપનો મારી કને હિસાબ નથી.
કોઈનું દિલ છે અને ઊર્મિઓની લાશો છે.
એ ફૂલછાબ હકીકતમાં ફૂલછાબ નથી.
વિકાસ કાંટા વિના સંભવિત નથી જેનો,
ગુલામ ફૂલ છે, સાચે જ એ ગુલાબ નથી.
તું એ દુઃખીના હૃદયનો શું તાગ લેવાનો ?
અઝાબ જેની નજરમાં કદી અઝાબ નથી.
શરાબ જીરવી લેનાર માફ કર મુજને,
નથી નશો તો એ પાણી જ છે, શરાબ નથી.
હે રૂપ ! મારી નજરની મજાક રહેવા દે,
નકાબ જોઈએ ત્યાં તો કોઈ નકાબ નથી.
વિજયની આશા હો તો હે શૂન્ય ! એક ભ્રમણા છે,
મરણ વિના કોઈ જીવનમાં કામયાબ નથી.
0 comments
Leave comment