21 - અમૃત પાયું / શૂન્ય પાલનપુરી
દર્પણ દીઠું તો સમજાયું,
રૂપથી ઓજસ હોય સવાયું.
દિનચર્યા શી વિરહી જીવનની !
સાંજ પડી કે વા’ણું વાયું ?
આંખ મિલાવી પ્રેમથી કોણે,
ઝેરની સાથે અમૃત પાયું ?
ગમનો પણ આઘાત છે કેવો ?
હસતાં હસતાં રોઈ પડાયું.
એક પતંગાની હિંસામાં,
દીપકનું સર્વસ્વ હણાયું.
અંત પળે પણ સ્પષ્ટ થયું ના;
સત્ય ગયું કે સ્વપ્ન હરાયું ?
યાદ ભ્રમરની તડપાવી ગઈ,
કોઈ કમળ જ્યાં શૂન્ય બિડાયું.
રૂપથી ઓજસ હોય સવાયું.
દિનચર્યા શી વિરહી જીવનની !
સાંજ પડી કે વા’ણું વાયું ?
આંખ મિલાવી પ્રેમથી કોણે,
ઝેરની સાથે અમૃત પાયું ?
ગમનો પણ આઘાત છે કેવો ?
હસતાં હસતાં રોઈ પડાયું.
એક પતંગાની હિંસામાં,
દીપકનું સર્વસ્વ હણાયું.
અંત પળે પણ સ્પષ્ટ થયું ના;
સત્ય ગયું કે સ્વપ્ન હરાયું ?
યાદ ભ્રમરની તડપાવી ગઈ,
કોઈ કમળ જ્યાં શૂન્ય બિડાયું.
0 comments
Leave comment