71 - શું કરશે ? / શૂન્ય પાલનપુરી
દિલ કરીને પુકાર શું કરશે ?
ભગ્ન ઊર્મિ-સિતાર શું કરશે ?
બેઉ જીવે છે એકબીજા પર,
ફૂલ ખરશે તો ખાર શું કરશે ?
કાર્યની પણ જરૂર છે સાથે,
માત્ર મનના વિચાર શું કરશે ?
નાખુદા છે ખુદાની આશા પર,
એ હવે નાવ પાર શું કરશે ?
અલ્પ જીવન ને જ્ઞાનની વાતો,
સાર લઈને અસાર શું કરશે ?
વાર લાગે છે આવતાં જેને,
એ મરણ સારવાર શું કરશે ?
હાય ! નીચી નજરની વ્યાકુળતા
કોઈ દિલ પર પ્રહાર શું કરશે ?
શૂન્ય દ્રષ્ટિ ને રૂપનાં દર્શન !
સૂર્ય સામે તુષાર શું કરશે ?
ભગ્ન ઊર્મિ-સિતાર શું કરશે ?
બેઉ જીવે છે એકબીજા પર,
ફૂલ ખરશે તો ખાર શું કરશે ?
કાર્યની પણ જરૂર છે સાથે,
માત્ર મનના વિચાર શું કરશે ?
નાખુદા છે ખુદાની આશા પર,
એ હવે નાવ પાર શું કરશે ?
અલ્પ જીવન ને જ્ઞાનની વાતો,
સાર લઈને અસાર શું કરશે ?
વાર લાગે છે આવતાં જેને,
એ મરણ સારવાર શું કરશે ?
હાય ! નીચી નજરની વ્યાકુળતા
કોઈ દિલ પર પ્રહાર શું કરશે ?
શૂન્ય દ્રષ્ટિ ને રૂપનાં દર્શન !
સૂર્ય સામે તુષાર શું કરશે ?
0 comments
Leave comment