20 - જિંદગી /શૂન્ય પાલનપુરી
છે તમારી કે ન મારી જિંદગી,
મોત કેરી છે ખુમારી જિંદગી.
સ્મિત છે મોં પર ને અશ્રુ આંખમાં,
પ્રેમ ! જોઈ લે અમારી જિંદગી !
ઝંખનાથી ગમ, ને ગમથી વ્યગ્રતા,
વાત ખેંચીને વધારી જિંદગી.
સુખ વળી અળગું થયું છે દુઃખ થકી ?
જા રે જા ! અક્કલની મારી જિંદગી !
ડગલેપગલે ઝાંઝવાનાં જળ મળે,
હાય તૃષ્ણા ! છે ઠગારી જિંદગી.
જીત કૈં ભારે પડી ગઈ પ્રેમની,
દર્દની પીડાથી હારી જિંદગી.
મોત સાથે તો રમત હોતી હશે ?
તું યે કેવી છે નઠારી જિંદગી !
છે અહીં વિશ્વાસ, ત્યાં વિશ્વાસઘાત,
એક એની, એક મારી જિંદગી.
ઠોકરોમાં ઉન્નતિ છે ભાગ્યની,
ચાલ ના પગલાં વિચારી જિંદગી.
રાત દિવસ એ જ ચક્કર કાળનું !
શૂન્ય વીતી એકધારી જિંદગી.
મોત કેરી છે ખુમારી જિંદગી.
સ્મિત છે મોં પર ને અશ્રુ આંખમાં,
પ્રેમ ! જોઈ લે અમારી જિંદગી !
ઝંખનાથી ગમ, ને ગમથી વ્યગ્રતા,
વાત ખેંચીને વધારી જિંદગી.
સુખ વળી અળગું થયું છે દુઃખ થકી ?
જા રે જા ! અક્કલની મારી જિંદગી !
ડગલેપગલે ઝાંઝવાનાં જળ મળે,
હાય તૃષ્ણા ! છે ઠગારી જિંદગી.
જીત કૈં ભારે પડી ગઈ પ્રેમની,
દર્દની પીડાથી હારી જિંદગી.
મોત સાથે તો રમત હોતી હશે ?
તું યે કેવી છે નઠારી જિંદગી !
છે અહીં વિશ્વાસ, ત્યાં વિશ્વાસઘાત,
એક એની, એક મારી જિંદગી.
ઠોકરોમાં ઉન્નતિ છે ભાગ્યની,
ચાલ ના પગલાં વિચારી જિંદગી.
રાત દિવસ એ જ ચક્કર કાળનું !
શૂન્ય વીતી એકધારી જિંદગી.
0 comments
Leave comment