25 - સહન થઈ જાય છે / શૂન્ય પાલનપુરી
મન અને જીવન ઉભય જો એકમન થઈ જાય છે,
મોત સરખું દર્દ પણ સહેજે સહન થઈ જાય છે.
ક્રૂર જગની ક્રૂરતાનો દાખલો ક્યાંથી મળે ?
લાશ સાથે લાશનું સઘળું દફન થઈ જાય છે.
રક્ત-વર્ણી અશ્રુઓ કેરી કલાદ્રષ્ટિ ન પૂછ,
જ્યાં પડે છે રંગબેરંગી સુમન થઈ જાય છે.
વેદનાઓનો યે પ્રત્યઘાત કૈં ઓછો નથી.
કોઈના રડવા ઉપર હસવાનું મન થઈ જાય છે.
વાહ રે મુત્સદ્દીગીરી બાગના સર્જક તણી !
ફૂલ સાથે કંટકોનું પણ જતન થઈ જાય છે.
કેટલી સંક્ષિપ્ત છે આ દર્દ-ગાથા આપણી ?
આંખ નીખરે છે અને હસતું વદન થઈ જાય છે.
બંદગીનો ગર્વ પણ કૈં નમ્રતાથી કમ નથી,
શીશ ઊંચું થાય છે ત્યારે નમન થઈ જાય છે.
પ્રેમ-જગમાં પ્રેમનો ઊલટો જ ચાલે છે પ્રવાહ,
ખુદ સમંદરનું સરિતામાં વહન થઈ જાય છે.
હોઠ પણ બિડાઈ જાયે, આંખ પણ ફાટી રહે,
કોઈ વેળા એમ પણ થોડું રુદન થઈ જાય છે.
શૂન્ય મારે તો વતનની કોઈ મર્યાદા નથી,
શ્વાસ જ્યાં હું લઈ શકું ત્યાં મુજ વતન થઈ જાય છે.
મોત સરખું દર્દ પણ સહેજે સહન થઈ જાય છે.
ક્રૂર જગની ક્રૂરતાનો દાખલો ક્યાંથી મળે ?
લાશ સાથે લાશનું સઘળું દફન થઈ જાય છે.
રક્ત-વર્ણી અશ્રુઓ કેરી કલાદ્રષ્ટિ ન પૂછ,
જ્યાં પડે છે રંગબેરંગી સુમન થઈ જાય છે.
વેદનાઓનો યે પ્રત્યઘાત કૈં ઓછો નથી.
કોઈના રડવા ઉપર હસવાનું મન થઈ જાય છે.
વાહ રે મુત્સદ્દીગીરી બાગના સર્જક તણી !
ફૂલ સાથે કંટકોનું પણ જતન થઈ જાય છે.
કેટલી સંક્ષિપ્ત છે આ દર્દ-ગાથા આપણી ?
આંખ નીખરે છે અને હસતું વદન થઈ જાય છે.
બંદગીનો ગર્વ પણ કૈં નમ્રતાથી કમ નથી,
શીશ ઊંચું થાય છે ત્યારે નમન થઈ જાય છે.
પ્રેમ-જગમાં પ્રેમનો ઊલટો જ ચાલે છે પ્રવાહ,
ખુદ સમંદરનું સરિતામાં વહન થઈ જાય છે.
હોઠ પણ બિડાઈ જાયે, આંખ પણ ફાટી રહે,
કોઈ વેળા એમ પણ થોડું રુદન થઈ જાય છે.
શૂન્ય મારે તો વતનની કોઈ મર્યાદા નથી,
શ્વાસ જ્યાં હું લઈ શકું ત્યાં મુજ વતન થઈ જાય છે.
0 comments
Leave comment