10 - ફૂલોની તલવાર બનીને રહેવું છે / શૂન્ય પાલનપુરી
જીવનનાં અનિષ્ટોની સામે પડકાર બનીને રહેવું છે,
આ મોતની શીતળ ભૂમિ પર અંગાર બનીને રહેવું છે.
રજ માત્રના દિલમાં કરવી છે અંકિત પ્રતિભા સૂરજની,
ઇન્સાન સ્વરૂપે ઈશ્વરનો પ્રતિકાર બનીને રહેવું છે.
પીવાં છે ઝેર કટોરાઓ, કરવો છે અમીરસનો સંચય,
જીવનથી રિબાતા રોગીનો ઉપચાર બનીને રહેવું છે.
એ માર છે એવી બેધારી કે ઘાવ ન રુઝાશે એના,
દોરંગી જગતમાં ફૂલોની તલવાર બનીને રહેવું છે.

0 comments
Leave comment