44 - વેરવિખેર / શૂન્ય પાલનપુરી
જીવનનાં આ વેર ને ઝેર !
લાગે છે મૃત્યુનો કે’ર.
માનવ પર માનવનો કે’ર !
દુનિયામાં આ ઘોર અંધેર !
હાય ગુલામીનું માનસ !
માગો સૌ મુક્તિની ખેર.
દોણી હોય કે રામણદીપ !
બળતાં પ્રશ્ન છે ઘેરેઘેર.
મગજે મગજે ભિન્ન મતિ,
નજરે નજરે નોખો ફેર.
એ જીવનનું મૂલ્ય ન પૂછ,
અમૃત દે જે પીને ઝેર.
મિત્ર ભલેને હોય અમિત્ર !
ફૂલને શું કાંટાથી વેર ?
મૌન, રુદન, નિ:શ્વાસ, કવન,
પ્રેમ છે મારો વેરવિખેર.
ક્યાંક પ્રગટશે નૂર જરૂર,
શૂન્ય નથી જગનું અંધેર.
લાગે છે મૃત્યુનો કે’ર.
માનવ પર માનવનો કે’ર !
દુનિયામાં આ ઘોર અંધેર !
હાય ગુલામીનું માનસ !
માગો સૌ મુક્તિની ખેર.
દોણી હોય કે રામણદીપ !
બળતાં પ્રશ્ન છે ઘેરેઘેર.
મગજે મગજે ભિન્ન મતિ,
નજરે નજરે નોખો ફેર.
એ જીવનનું મૂલ્ય ન પૂછ,
અમૃત દે જે પીને ઝેર.
મિત્ર ભલેને હોય અમિત્ર !
ફૂલને શું કાંટાથી વેર ?
મૌન, રુદન, નિ:શ્વાસ, કવન,
પ્રેમ છે મારો વેરવિખેર.
ક્યાંક પ્રગટશે નૂર જરૂર,
શૂન્ય નથી જગનું અંધેર.
0 comments
Leave comment