65 - જાનનું જોખમ / શૂન્ય પાલનપુરી
દિલની એ જ નયનની આલમ !
કાંઈ ન જાહેર, કાંઈ ન મોઘમ.
કેમ ઝૂકે ના મંઝિલ ચરણે ?
હિંમત અણથક, પગલાં મક્કમ.
દર્દ કહે છે : ‘રો, દિલ ખોલી !’
પ્રેમ કહે છે : ‘સંયમ ! સંયમ !’
મારા મિલકત ધૂળની ચપટી,
સ્થાવર સ્થાવર, જંગમ જંગમ.
એક નજરમાં દિલની વાતો,
મોઘમ જાહેર, જાહેર મોઘમ.
કોણ ‘અનલહક’ નાહક બોલે ?
વાત નજીવી, જાનનું જોખમ.
પ્રેમની ગંગા – જમના ન્યારી,
એક જ દિલમાં મૂળ ને સંગમ.
ડૂબ્યા વિણ છે કોઈ ન આરો,
તૂટેલ નૌકા, ખૂટલ માલમ.
એકમાં ચઢતી, એકમાં પડતી !
કોણ છે ઉત્તમ ? બીજ કે પૂનમ ?
થનગન હૈયું, રિમઝિમ આશા !
રૂપની પાયલ, પ્રેમની સરગમ.
મારું મસ્તક, ઉંબર એનો !
જોઉં, કોણ રહે છે અણનમ ?
સાચી શૈયા ધૂળની શૈયા !
ધૂળ છે બીજાં મશરૂ-રેશમ.
શૂન્ય અહંનો ત્યાગ કરી લે,
તું જ તને દેખાશે ચોગમ.
કાંઈ ન જાહેર, કાંઈ ન મોઘમ.
કેમ ઝૂકે ના મંઝિલ ચરણે ?
હિંમત અણથક, પગલાં મક્કમ.
દર્દ કહે છે : ‘રો, દિલ ખોલી !’
પ્રેમ કહે છે : ‘સંયમ ! સંયમ !’
મારા મિલકત ધૂળની ચપટી,
સ્થાવર સ્થાવર, જંગમ જંગમ.
એક નજરમાં દિલની વાતો,
મોઘમ જાહેર, જાહેર મોઘમ.
કોણ ‘અનલહક’ નાહક બોલે ?
વાત નજીવી, જાનનું જોખમ.
પ્રેમની ગંગા – જમના ન્યારી,
એક જ દિલમાં મૂળ ને સંગમ.
ડૂબ્યા વિણ છે કોઈ ન આરો,
તૂટેલ નૌકા, ખૂટલ માલમ.
એકમાં ચઢતી, એકમાં પડતી !
કોણ છે ઉત્તમ ? બીજ કે પૂનમ ?
થનગન હૈયું, રિમઝિમ આશા !
રૂપની પાયલ, પ્રેમની સરગમ.
મારું મસ્તક, ઉંબર એનો !
જોઉં, કોણ રહે છે અણનમ ?
સાચી શૈયા ધૂળની શૈયા !
ધૂળ છે બીજાં મશરૂ-રેશમ.
શૂન્ય અહંનો ત્યાગ કરી લે,
તું જ તને દેખાશે ચોગમ.
0 comments
Leave comment