54 - પાલવ / શૂન્ય પાલનપુરી
દર્દ –ગમમાં ખુવાર છે પાલવ,
વિરહનો સર્વ સાર છે પાલવ.
અશ્રુ-ભીનાં નયનની બલિહારી !
કોઈનો બેકરાર છે પાલવ.
ફૂલ કીધાં’તાં એકઠાં એક દિ’
ત્યારથી તારતાર છે પાલવ.
એ પુરાવો છે ત્યક્ત અશ્રુનો,
તંગ છે દિલ, ઉદાર છે પાલવ.
હાય નિષ્ઠુરતા જમાનાની !
વ્યગ્ર દિલનો કરાર છે પાલવ.
રોઈને શૂન્ય પાપ ધોઈ લે,
અંતમાં તુજ ઉગાર છે પાલવ.
વિરહનો સર્વ સાર છે પાલવ.
અશ્રુ-ભીનાં નયનની બલિહારી !
કોઈનો બેકરાર છે પાલવ.
ફૂલ કીધાં’તાં એકઠાં એક દિ’
ત્યારથી તારતાર છે પાલવ.
એ પુરાવો છે ત્યક્ત અશ્રુનો,
તંગ છે દિલ, ઉદાર છે પાલવ.
હાય નિષ્ઠુરતા જમાનાની !
વ્યગ્ર દિલનો કરાર છે પાલવ.
રોઈને શૂન્ય પાપ ધોઈ લે,
અંતમાં તુજ ઉગાર છે પાલવ.
0 comments
Leave comment