75 - ભૂલી ન જા / શૂન્ય પાલનપુરી
સાંભળીને મારી આ જીવનકથા ભૂલી ન જા,
શબ્દે શબ્દે છે હ્રદયની વેદના, ભૂલી ન જા.
અશ્રુ અશ્રુએ વસી છે વ્યગ્રતા, ભૂલી ન જા,
છું સ્વયં એક ઇંતેજારીની કથા, ભૂલી ન જા.
ગમમહીં ખેલે છે મારી આત્મા, ભૂલી ન જા,
હુંય જીવું છું જીવન એ સર્વથા ભૂલી ન જા.
પાંપણે બાઝેલ અશ્રુ જોઈને રાચે છે શું ?
ખાકમાં મળનારની અંતિમ દશા ભૂલી ન જા.
ઊર્મિઓથી ખેલનારા ! ક્યાં લગી ખેલીશ તું ?
તું યે રાખે છે હૃદય ને આત્મા, ભૂલી ન જા.
નાશની લલકારમાં સંગીત જોનારા હે મન !
જિંદગીના રાગની યે રમ્યતા ભૂલી ન જા.
એક દિ’ વિશ્વાસ તારો એને કરશે રૂબરૂ,
બુદ્ધિના ચીરે છે પરદા આસ્થા, ભૂલી ન જા.
છે હૃદયના રૂપમાં હે શૂન્ય ! જીવન બુદબુદો,
શ્વાસની એક ઠેસ પર થાશે ફના, ભૂલી ન જા.

0 comments
Leave comment