103 - શોધ / શૂન્ય પાલનપુરી
તું યદિ છે સૂર્યનાં કિરણોમહીં,
હું તને ઝાકળ બની ભેટી લઈશ,
તું યદિ છે પુષ્પના અંતરમહીં,
હું ભ્રમર થઈને તને ચુંબન દઈશ,
હું તો મસ્તાનો છું તારી શોધનો.
તું યદિ સંતાઈ બેસે બેઘડી,
કોક અંધારા ખૂણે સંસારમાં,
આગિયા પેઠે સ્વયં-દીપક બની,
શોધતો આવીશ એ સંસારમાં,
હું તો પરવાનો છું તારી શોધનો.
હું તને ઝાકળ બની ભેટી લઈશ,
તું યદિ છે પુષ્પના અંતરમહીં,
હું ભ્રમર થઈને તને ચુંબન દઈશ,
હું તો મસ્તાનો છું તારી શોધનો.
તું યદિ સંતાઈ બેસે બેઘડી,
કોક અંધારા ખૂણે સંસારમાં,
આગિયા પેઠે સ્વયં-દીપક બની,
શોધતો આવીશ એ સંસારમાં,
હું તો પરવાનો છું તારી શોધનો.
0 comments
Leave comment