1 - અર્પણ / શૂન્ય પાલનપુરી
આંખ, વાચા ને મન તને અર્પણ,
એક શું ? ત્રણ ભુવન તને અર્પણ !
પ્રાણ સાથે જ તન તને અર્પણ,
આજથી તારું ધન તને અર્પણ.
જેનું સિંચન થયું છે શોણિતથી,
એ હૃદયનું ચમન તને અર્પણ.
આસ્થા વિણ નમનની આપ ક્ષમા,
આસ્થામય નમન તને અર્પણ.
તેજ પર જ્યાં તિમિરની છાયા હો,
એવાં ધરતી - ગગન તને અર્પણ.
પાંખ ક્યાં છે ગરુડની મારે ?
અલ્પ મુજ ઉડ્ડયન તને અર્પણ.
તેં જ આપ્યું જીવન, ને મેં લીધું,
ઉન્નતિ કે પતન, તને અર્પણ.
સ્વર્ગ કે નર્ક, મારું કામ નથી,
તારું ધરતી-સદન તને અર્પણ.
કેળવી લીધી મેં સહનશક્તિ,
તારાં સઘળાં દમન તને અર્પણ.
હું તો કંટક બધા સહી લઉં છું,
પુષ્પસેજે શયન તને અર્પણ.
દિલ બળે તો ભલે બળે મારું,
એટલું સાંત્વન તને અર્પણ.
હું તો માનું છું, મન મનાવું છું,
નિત નવાં તુજ વચન તને અર્પણ.
માત્ર તારા મનનનું એ ફળ છે;
શૂન્યનું સૌ કવન તને અર્પણ.
એક શું ? ત્રણ ભુવન તને અર્પણ !
પ્રાણ સાથે જ તન તને અર્પણ,
આજથી તારું ધન તને અર્પણ.
જેનું સિંચન થયું છે શોણિતથી,
એ હૃદયનું ચમન તને અર્પણ.
આસ્થા વિણ નમનની આપ ક્ષમા,
આસ્થામય નમન તને અર્પણ.
તેજ પર જ્યાં તિમિરની છાયા હો,
એવાં ધરતી - ગગન તને અર્પણ.
પાંખ ક્યાં છે ગરુડની મારે ?
અલ્પ મુજ ઉડ્ડયન તને અર્પણ.
તેં જ આપ્યું જીવન, ને મેં લીધું,
ઉન્નતિ કે પતન, તને અર્પણ.
સ્વર્ગ કે નર્ક, મારું કામ નથી,
તારું ધરતી-સદન તને અર્પણ.
કેળવી લીધી મેં સહનશક્તિ,
તારાં સઘળાં દમન તને અર્પણ.
હું તો કંટક બધા સહી લઉં છું,
પુષ્પસેજે શયન તને અર્પણ.
દિલ બળે તો ભલે બળે મારું,
એટલું સાંત્વન તને અર્પણ.
હું તો માનું છું, મન મનાવું છું,
નિત નવાં તુજ વચન તને અર્પણ.
માત્ર તારા મનનનું એ ફળ છે;
શૂન્યનું સૌ કવન તને અર્પણ.
0 comments
Leave comment