49 - પ્રભાકર બનાવી દીધો મેં / શૂન્ય પાલનપુરી
વિયોગ –રાત જે તારાનો સાથ લીધો મેં,
પ્રભાતે એને પ્રભાકર બનાવી દીધો મેં.
ન જાણે કેમ જીવન પર ભરોસો કીધો મેં ?
મરણ અગાઉ મરણનો સહારો લીધો મેં.
કહું શું આવા જાગે કેમ જન્મ લીધો મેં ?
કટોરો ઝેરનો પીવો પડ્યો ને પીધો મેં.
અનંત સાગરે બુદબુદ સમું જીવન મારું,
હૃદયમાં પોષી અહં સર્વનાશ કીધો મેં.
હતો સ્વભાવ જીવનનો જ વિઘ્નસંતોષી,
થયું એ ઠીક કે દીઠો ન માર્ગ સીધો મેં.
મળે છે શૂન્ય મને જ્યાં ને ત્યાં ઉદાસીનતા,
કવિ થઈને મહા દોષ જાણે કીધો મેં !
પ્રભાતે એને પ્રભાકર બનાવી દીધો મેં.
ન જાણે કેમ જીવન પર ભરોસો કીધો મેં ?
મરણ અગાઉ મરણનો સહારો લીધો મેં.
કહું શું આવા જાગે કેમ જન્મ લીધો મેં ?
કટોરો ઝેરનો પીવો પડ્યો ને પીધો મેં.
અનંત સાગરે બુદબુદ સમું જીવન મારું,
હૃદયમાં પોષી અહં સર્વનાશ કીધો મેં.
હતો સ્વભાવ જીવનનો જ વિઘ્નસંતોષી,
થયું એ ઠીક કે દીઠો ન માર્ગ સીધો મેં.
મળે છે શૂન્ય મને જ્યાં ને ત્યાં ઉદાસીનતા,
કવિ થઈને મહા દોષ જાણે કીધો મેં !
0 comments
Leave comment