33 - કારણ છે / શૂન્ય પાલનપુરી
શ્વાસે શ્વાસે નવી વિસામણ છે,
જિંદગી સર્વ દુઃખનું કારણ છે.
એકને કણ છે, એકને મણ છે,
વિશ્વનું પણ ખુદાઈ ધોરણ છે.
કૈંક તો છે વિસાત જીવનની !
કાળનો જુલ્મ શું અકારણ છે ?
રાતદિવસ સમાન લાગે છે,
કોઈની આંખનું એ કામણ છે.
એકી વખતે પ્રણયની બે આલમ,
ગ્રીષ્મ દિલમાં,નયનમાં શ્રાવણ છે.
ગમનો માર્યો શરાબ પી લઉં છું,
ઝેરનું માત્ર ઝેર મારણ છે.
ખુદ ખુદાનો છે એ જ વર્તાવો !
માનવી જાણે આંખનું કણ છે.
મારાં અશ્રુમાં દુઃખની છાંટ નથી,
પ્રેમ ને રૂપનું એ દ્રાવણ છે.
એક બિન્દુ ન થઈ શકે સિંધુ,
દેહનારી એ જ અડચણ છે.
કેમ દુનિયા સુંવાળી લાગે છે,
હોય ના હોય કોઈ નાગણ છે.
કાળ મૂકે છે ક્યારે શોરબકોર ?
મૌન ધરવામાં શૂન્ય ડહાપણ છે.
જિંદગી સર્વ દુઃખનું કારણ છે.
એકને કણ છે, એકને મણ છે,
વિશ્વનું પણ ખુદાઈ ધોરણ છે.
કૈંક તો છે વિસાત જીવનની !
કાળનો જુલ્મ શું અકારણ છે ?
રાતદિવસ સમાન લાગે છે,
કોઈની આંખનું એ કામણ છે.
એકી વખતે પ્રણયની બે આલમ,
ગ્રીષ્મ દિલમાં,નયનમાં શ્રાવણ છે.
ગમનો માર્યો શરાબ પી લઉં છું,
ઝેરનું માત્ર ઝેર મારણ છે.
ખુદ ખુદાનો છે એ જ વર્તાવો !
માનવી જાણે આંખનું કણ છે.
મારાં અશ્રુમાં દુઃખની છાંટ નથી,
પ્રેમ ને રૂપનું એ દ્રાવણ છે.
એક બિન્દુ ન થઈ શકે સિંધુ,
દેહનારી એ જ અડચણ છે.
કેમ દુનિયા સુંવાળી લાગે છે,
હોય ના હોય કોઈ નાગણ છે.
કાળ મૂકે છે ક્યારે શોરબકોર ?
મૌન ધરવામાં શૂન્ય ડહાપણ છે.
0 comments
Leave comment