27 - વહેતું પાણી છે / શૂન્ય પાલનપુરી
કૈંક અંતરની વાત જાણી છે,
એટલે આંખ પાણી પાણી છે.
હાથ જીવન કરીને બેઠી છે,
કેટલી કામના યે શાણી છે ?
એમ હું આત્મ-ત્યાગ માગું છું,
કૈંક દુનિયાને મેં પિછાણી છે.
હું તો દ્રષ્ટિની ખેર માગું છું,
રીત દર્શનની ક્યાં અજાણી છે ?
ખુલ્લી આંખે જીવન હકીકત છે,
બંધ આંખે ફક્ત કહાણી છે.
ચક્ષુઓ શું છે ? બે કિનારા છે;
લાગણી શું છે ? વહેતું પાણી છે.
મન હરી લે છે શૂન્યની ગઝલો,
શી કલાયુક્ત કાવ્યવાણી છે !
એટલે આંખ પાણી પાણી છે.
હાથ જીવન કરીને બેઠી છે,
કેટલી કામના યે શાણી છે ?
એમ હું આત્મ-ત્યાગ માગું છું,
કૈંક દુનિયાને મેં પિછાણી છે.
હું તો દ્રષ્ટિની ખેર માગું છું,
રીત દર્શનની ક્યાં અજાણી છે ?
ખુલ્લી આંખે જીવન હકીકત છે,
બંધ આંખે ફક્ત કહાણી છે.
ચક્ષુઓ શું છે ? બે કિનારા છે;
લાગણી શું છે ? વહેતું પાણી છે.
મન હરી લે છે શૂન્યની ગઝલો,
શી કલાયુક્ત કાવ્યવાણી છે !
0 comments
Leave comment