60 - પ્રાસંગિક / શૂન્ય પાલનપુરી
લોકોનો વિશ્વાસ ઊઠે તો સંઘ અહીં અટકી જ પડે,
કેમ કહું કે આગળ જઈને રક્ષક પોતે લૂંટે છે.
વિધિનો ઉપકાર ગણું કે મે’ર જગત ઘડનારની ?
સાંધી લઉં છું સાત કે તરત જ તેર ફરીથી તૂટે છે.
કોઈ જો એનાં દુઃખદર્દોને જાણે તો યે શું જાણે ?
પેટ દુઃખે તો ભારતવાસી રોઈને માથું કૂટે છે.
ચિંતા વીર્ય હણે છે ત્યારે ભૂખ હણે છે પૌરુષને,
હાય રે જીવન, કેવા કેવા મોતના દૂતો છૂટે છે !
ભાગ્યવિધાતા ! મારી શ્રદ્ધા હોય શિથિલ તો માફ કરો,
જોઉ છું સઘળે માત્ર ગરીબોના જ મુકદ્દર ફૂટે છે.
બોલ બોલ તો આગળ પાછળ જોઈ વિચારી બોલ સદા,
શૂન્ય ન આવે પાછું કરમાં તીર જે કરથી છૂટે છે.

0 comments
Leave comment