23 - પ્રહારો છે (દ્રિસ્તંભી ગઝલ) / શૂન્ય પાલનપુરી


શું મારા વિચારો છે?
જીવનના પ્રહારો છે.

હા, જુલ્મ જમાનાના !
પથ્થરમાં પુકારો છે.

આંખોમાં નથી આંસુ,
ભૂલોનો સુધારો છે.

સમજો શું નિરાશાને ?
આશાનો સહારો છે.

માનવના કલેવરમાં
જીવંત મજારો છે.

થડકે છે હૃદય, કારણ,
વિધિના પ્રહારો છે.

નવ સત્ય કો સર્જાશે,
શંકામાં વધારો છે.

આશાએ તરું છું હું,
તરણાનો સહારો છે.

જીવન હણે જીવનને,
એ કાળનો ધારો છે.

નિ:શ્વાસ બતાવે છે,
મૃત્યુથી પનારો છે.

છું શૂન્ય કે હસ્તી પર,
મારો જ ઇજારો છે.


0 comments


Leave comment