104 - લાચાર ખુદા / શૂન્ય પાલનપુરી


મહોબ્બત ખાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને,
જગત નાદાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને;
ચઢાવું બંદગીને અબઘડી હું ઠોકરે, કિંતુ,
ખુદા લાચાર થઈ જાએ ! નથી મંજૂર એ મુજને.


0 comments


Leave comment