52 - જરૂર છું / શૂન્ય પાલનપુરી


જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું ?
એ તો નથી કસૂર કે હું બેકસૂર છું ?

ઝીલું છું તાપ રૂપનો આદિથી દિલ મહીં
બાળી શકી ના જેને તજલ્લી* એ તૂર* છું.

છું શૂન્ય એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ !
તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું.


* તજલ્લી = ઈશ્વરી પ્રકાશ.
* તૂર = એ પર્વત જે ઈશ્વરી પ્રકાશના પ્રભાવે બળીને ભસ્મ થઈ ગયો (મૂસા પેગંબર વખતમાં)


0 comments


Leave comment