68 - ઢળતું જામ / શૂન્ય પાલનપુરી
પ્રેમ છે એવી આગનું નામ,
ચાંદને પણ જઈ આપે ડામ.
ચેન નિછાવર, ઊંઘ હરામ,
સાચી લાગણી એનું નામ !
હાય જવાની, જોબન તારું !
ઊડતી મદિરા ઢળતું જામ.
દિલનો સોદો પ્રાણના મૂલે,
સોંઘી વસ્તુ મોંઘા દામ.
એને મિત્ર કહે છે દુનિયા !
દુઃખતા પર જે આપે ડામ.
દર્દ ચહે છે પાત્રતા દિલની,
દૂધ સિંહણનું, હેમનું ઠામ !
દૈવી પુસ્તક કોણ ન ચૂમે ?
લાવ રૂપાળા મુખને આમ.
એની દ્રષ્ટિ, સ્વર્ગની ગંગા,
મારું દિલ, પાપોનું ધામ.
લાગે છે તું કાચો સાકી,
શું રહી જાએ ખાલી જામ ?
જીવન પોતે જીવનું બંધન,
રામ રમે તો રમતા રામ !
શું લખવું આ મૃત્યુ પાસે ?
અલ્પવિરામ કે પૂર્ણ વિરામ?
દીવા જેવું ભાવિ મારું,
શૂન્ય નથી શું મારું નામ ?
ચાંદને પણ જઈ આપે ડામ.
ચેન નિછાવર, ઊંઘ હરામ,
સાચી લાગણી એનું નામ !
હાય જવાની, જોબન તારું !
ઊડતી મદિરા ઢળતું જામ.
દિલનો સોદો પ્રાણના મૂલે,
સોંઘી વસ્તુ મોંઘા દામ.
એને મિત્ર કહે છે દુનિયા !
દુઃખતા પર જે આપે ડામ.
દર્દ ચહે છે પાત્રતા દિલની,
દૂધ સિંહણનું, હેમનું ઠામ !
દૈવી પુસ્તક કોણ ન ચૂમે ?
લાવ રૂપાળા મુખને આમ.
એની દ્રષ્ટિ, સ્વર્ગની ગંગા,
મારું દિલ, પાપોનું ધામ.
લાગે છે તું કાચો સાકી,
શું રહી જાએ ખાલી જામ ?
જીવન પોતે જીવનું બંધન,
રામ રમે તો રમતા રામ !
શું લખવું આ મૃત્યુ પાસે ?
અલ્પવિરામ કે પૂર્ણ વિરામ?
દીવા જેવું ભાવિ મારું,
શૂન્ય નથી શું મારું નામ ?
0 comments
Leave comment